અખબારી યાદી
ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા
/ જિલ્લા યુવા ઉત્સવનું ઓફલાઇન તેમજ
ઓનલાઇન આયોજન
તાલુકા/જિલ્લાકક્ષા સ્પર્ધાની એન્ટ્રીઓ મોકલવા બાબત. કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા રમત ગમત કચેરી જિ. ગીર સોમનાથ દ્વારા તાલુકા તથા જિલ્લાકક્ષા યુવા ઉત્સવનું (ઓફલાઈન તેમજ ઓનલાઈન) આયોજન થનાર છે.
જેમા વયજુથ ‘‘‘અ’’ ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના, ‘‘બ’’ વિભાગ ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના અને ખુલ્લા વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના ૨૯ વર્ષ સુધીના કલાકારો કલા વિભાગ, સાહિત્ય વિભાગ, સાંસ્કૃતિક વિભાગની અલગ અલગ કૃતિ ભાગ લઇ શકશે.
તાલુકા / જિલ્લા કક્ષાએ ઓફલાઇન સ્પર્ધાઓની
વિગતઃ-
|
‘અ’ વિભાગ |
૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના |
(૧) વકૃત્વ સ્પર્ધા (૨) નિબંધ સ્પર્ધા, (૩) ચિત્રકલા (૪) હળવું કંઠ્ય સંગીત, (૫)
લોકવાદ્ય સંગીત (૬) એક પાત્રીય અભિનય સ્પર્ધા |
|
‘બ’ વિભાગ |
૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના |
(૧) વકૃત્વ સ્પર્ધા (૨) નિબંધ સ્પર્ધા (૩) પાદપૂર્તિ (૪) ગઝલ
શાયરી લેખન (૫) કાવ્ય લેખન (૬) દુહા-છંદ-ચોપાઈ (૭)
ચિત્રકલા (૮) લગ્નગીત (૯) હળવું કંઠ્ય સંગીત (૧૦) લોકવાદ્ય સંગીત (૧૧) એક પાત્રીય અભિનય
સ્પર્ધા |
|
‘ખુલ્લો’ વિભાગ |
૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના |
(૧) લોકવાર્તા (૨) સર્જનાત્મક કારીગરી (૩) ભજન (૪) સમૂહગીત |
જિલ્લાકક્ષાએ મોકલવાની થતી સી.ડી./ પેનડ્રાઇવ
(ઓનલાઇન) સ્પર્ધાની વિગતવાર માહિતી
|
‘અ’ વિભાગ |
૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના |
(૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) (૨) શાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમ, (૩) કથ્થક
|
|
‘બ’ વિભાગ |
૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના |
(૧) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) (૨) શાસ્ત્રીય નૃત્ય ભરત નાટ્યમ, (૩)
કથ્થક |
|
‘ખુલ્લો’ વિભાગ |
૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના |
(૧) લોકનૃત્ય (૨) લોક ગીત (૩) એકાંકી (હિન્દી/
અંગ્રેજી) (૪) કર્ણાટકી સંગીત (૫) સીતાર (૬) વાંસળી (૭) વીણા (૮) મૃદંગમ (૯)
હાર્મોનિયમ (હળવુ) (૧૦) ગીટાર (૧૧) તબલા (૧૨) મણીપુરી નૃત્ય (૧૩) ઓડીસી નૃત્ય (૧૪) કુચીપુડી નૃત્ય (૧૫) શીઘ્ર વકતૃત્વ
(હિન્દી/અંગ્રેજી) |
જિલ્લાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓના પ્રવેશપત્ર સાથે નિયમોનુસાર વિડીઓ ક્લીપ
તૈયાર કરી CD/Pen Drive, CD કવર
ઉપર સ્પર્ધકનું નામ, સરનામું,
મોબાઈલ નંબર તથા કયા વિભાગની કૃતિ છે તે
વિગતો તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટેના માત્ર પ્રવેશપત્ર તા.૦૫/૦૮/૨૦૨૨
સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીને મળી જાય તે રીતે
જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા
સેવા સદન રૂમ નં- ૩૧૩,૩૧૪ બીજો
માળ મુ. ઇણાજ તા.વેરાવળ જી. ગીર સોમનાથ ખાતે મોકલવાની રહેશે. (કુરીઅર કર્યા બાદ
મેઈલ આઈ.ડી. dydogirsonath17@gmail.com પર જાણ કરવી). જ્યારે સ્પર્ધા અંગેના નિયમો જાણવા માટે અત્રેની કચેરીના
બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogspot.com પરથી મેળવી લેવા.

.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)

.jpeg)

.jpeg)

.jpeg)
Comments
Post a Comment