અખબારી યાદી ‘‘ દિવાળી ’’ ચિત્રસ્પર્ધા જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધા ઃ તારીખઃ ૦૧/૧૧/૨૦૨૧ થી તા.૧૮/૧૧/૨૦૨૧ રાજય કક્ષાની ચિત્રસ્પર્ધા ઃ તારીખઃ ૦૨/૧૨/૨૦૨૧ માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવીડ- ૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક , વ્હોટસ્એપ , ઇન્ટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરીયાત છે. યુવાધનનો શારીરિક અને માનસીક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇલ ટુ સ્પોર્ટ્સની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ફેસબૂક , પેજ , યુ-ટ્યુબ , ચેનલ , રેડીયો ક્વીઝ , ચિત્રસ્પર્ધા , ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો , ઓડીયો/ વિડીયો ક્...
Posts
Showing posts from October, 2021
- Get link
- X
- Other Apps
સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨માં ભાગ લેવા બાબત સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ચાલુ વર્ષે ૧૦ (દસ) દિવસ માટે સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવનાર છે. આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા યુવક-યુવતિઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે નિયત નમૂનાના અરજી ફોર્મમાં પોતાની વિગતો ભરી તા.૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, “ જિલ્લા સેવા સદન”, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ, તા.વેરાવળ ખાતે મોકલી આપવાની રહેશે. પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ-૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતિઓને ફોન/પત્ર દ્વ્રારા જાણ કરવામાં આવશે.