“ ગીર સોમનાથ જિલ્લામાં બાળકો માટે યોજાશે

ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપ”

                રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી – ગીર સોમનાથ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાએ  ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપનું  આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈ ૦૬ થી ૧૪ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન થનાર છે.

              જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છુક હોય તેઓએ નિયત નમુના ફોમમાં (૧)પોતાનું નામ (૨) સરનામું (૩) જન્મતારીખ (૪) વ્હોટસએપ મોબાઈલ નંબર, તથા આધારકાર્ડ નંબર લખી વિગત સાથે આધારકાર્ડની ઝેરોક્ષ ફરજીયાત પણે જોડી  જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી , જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, “જિલ્લા સેવા સદન” રૂમ નં: ૩૧૩-૩૧૪,બીજો માળ, મુ.ઈણાજ, તા.વેરાવળ ખાતે તા.૨૭/૦૭/૨૦૨૩ સુધીમાં મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ દ્વારા જણાવવામાં આવેલ છે.



Comments

Popular posts from this blog