ગીરસોમનાથ જિલ્લામાં ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપનું આયોજન” રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી –ગીર સોમનાથ દ્વારા સંચાલિત આઝાદીનાં ૭૫ વર્ષ અંતર્ગત “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની થીમ પર જિલ્લા કક્ષાએ ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપનું આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકો ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ વિષે જાણે તથા બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈ કરવામાં આવ્યું છે તા.૨૪/૧૦/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન ધોરણ ૦૬ થી ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું દૈનિક બે કલાક નું આયોજન થનાર છે. જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છુક હોય તેઓએ નિયત નમુના ફોમમાં (૧)પોતાનું નામ...