Posts

Showing posts from July, 2022
Image
  અખબારી યાદી ગીર સોમનાથ જિલ્લામાં તાલુકા / જિલ્લા યુવા ઉત્સવનું ઓફલાઇન   તેમજ ઓનલાઇન આયોજન                 તાલુકા/જિલ્લાકક્ષા સ્પર્ધાની એન્ટ્રીઓ મોકલવા બાબત.    કમિશનરશ્રી , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર હસ્તકની જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા રમત ગમત કચેરી જિ. ગીર સોમનાથ દ્વારા તાલુકા તથા જિલ્લાકક્ષા યુવા ઉત્સવનું (ઓફલાઈન તેમજ ઓનલાઈન) આયોજન થનાર છે.         જેમા વયજુથ ‘‘‘ અ ’’ ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના , ‘‘ બ ’’ વિભાગ ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના અને ખુલ્લા વિભાગમાં ૧૫ વર્ષથી ઉપરના ૨૯ વર્ષ સુધીના કલાકારો કલા વિભાગ , સાહિત્ય વિભાગ , સાંસ્કૃતિક   વિભાગની અલગ અલગ કૃતિ ભાગ લઇ શકશે.   તાલુકા / જિલ્લા કક્ષાએ ઓફલાઇન સ્પર્ધાઓની વિગતઃ- ‘ અ ’ વિભાગ ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના (૧) વકૃત્વ સ્પર્ધા ( ૨) નિબંધ સ્પર્ધા , ( ૩) ચિત્રકલા ( ૪)   હળવું કંઠ્ય સંગીત , ( ૫) ...
Image
  “ ગીર સોમનાથ જિલ્લામાં બાળકો માટે યોજાશે ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપ”                 રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી – ગીર સોમનાથ દ્વારા સંચાલિત આઝાદીનાં ૭૫ વર્ષ અંતર્ગત   “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ જિલ્લા કક્ષાએ   ચિલ્ડ્રન પેઈન્ટીગ વર્કશોપનું   આયોજન થનાર છે. આ વર્કશોપનો હેતુ બાળકોની ચિત્રકલામાં રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઈ કરવામાં આવ્યું છે તા.૨૫/૦૭/૨૦૨૨ થી ૨૯/૦૭/૨૦૨૨ દરમ્યાન ૦૬ થી ૧૪ વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે વર્કશોપનું આયોજન થનાર છે.               જે વિદ્યાર્થીઓ ભાગ લેવા ઈચ્છુક હોય તેઓએ નિયત નમુના ફોમમાં (૧)પોતાનું નામ (૨) સરનામું (૩) જન્મતારીખ (૪) વ્હોટસએપ મોબાઈલ નંબર, તથા આધારકાર્ડ નંબર લખી વિગત સાથે આધારકાર્ડની ઝેરોક્ષ...