‘‘ મોબાઇલ ટુ સ્પોર્ટ્સ અંતર્ગત વાદન સ્પર્ધા ગાયન(સુગમ સંગીત, લગ્નગીત,શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની),લોકગીત/ભજન સ્પર્ધા જિલ્લા કક્ષાની સ્પર્ધા તારીખઃ ૦૨ ઓગષ્ટ , ૨૦૨૧ થી તા.૧૯ ઓ ગષ્ટ ,૨૦૨૧ રાજય કક્ષાની સ્પર્ધા તારીખઃ ૨૭ ઓગષ્ટ , ૨૦૨૧ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી ‘‘ મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ’’ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવીડ-૧૯)ની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક , વ્હોટસ એપ , ઇન્સટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરીયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ‘‘ મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ’’ ની નવી યોજના મંજુર કરેલ છે. આ યોજનાને ‘‘ મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ’’ ફેસબુક પે...