ગીર સોમનાથ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ
સ્પર્ધા
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના કમિશ્નરશ્રી, યુવક સેવા અને
સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા
વિકાસ અધિકારી, રમત ગમત કચેરી, ગીર
સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લા કક્ષા બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન આગામી ફેબ્રુઆરી-૨૦૨૨ના
માસમાં આયોજન કરવામાં આવનાર છે
તારીખ – ૦૭/૦૨/૨૦૨૨
સુધીમાં જિલ્લા રમત ગમત કચેરીમાં ફોર્મ ભરીને પ્રવેશ
પત્ર પરત મોકલી આપવાના રહેશે..
આ
સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહગીત, લગ્નગીત, લોકગીત, એકપાત્રીય
અભિનય, વકતૃત્વ, ભજન, લોક વાર્તા, લોકવાદ્ય, નિબંધ, સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા યોજાશે.
જિલ્લાક્ષાની
સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સૌરાષ્ટ્ર ઝોન સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનીધિત્વ
કરશે.
આ
સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષના બાળ કલાકારો માટેની સ્પર્ધાઓ ત્રણ વિભાગમાં (અ, બ અને ખુલ્લો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
બાળપ્રતિભા
શોધ સ્પર્ધા વિષે વધારે માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન મુ ઇણાજ.તા.વેરાવળ. ગીર સોમનાથ ખાતે
સંપર્ક કરવો તથા રમત ગમત કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogspot.com પરથી પણ માહતી મેળવી શકાશે.
Comments
Post a Comment