મોબાઇલ ટુ સ્પોર્ટસ અંતર્ગત જિલ્લાકક્ષા ‘‘મંકરસંક્રાંતિ ’’ વિષય પર ચિત્ર સ્પર્ધા
રમત ગમત, યુવા
અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમીની કચેરી તથા
જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે ‘‘મકરસંક્રાંતિ’’ ના વિષય પર ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમાં ૮ થી ૧૩
(જન્મ તા.૩૧/૧૨/૨૦૨૧ ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A-4 સાઇઝના ડ્રાઇંગ પેપર પર ‘‘મકરસંક્રાંતિ’’ વિષય પર કોઇ વ્યકિતીની મદદ વિના પોતાની
કૃતિ તૈયાર કરી કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ, સરનામુ, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ કૃતિની સાથે
સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે આધાર કાર્ડ / જન્મ તારીખનો દાખલો અને બેંક ખાતાના
પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે.
જિલ્લા કક્ષાની સ્પર્ધા માંથી વિજેતા થનાર સ્પર્ધકની કૃતિ રાજયકક્ષાએ મોકલવામાં આવશે અને રાજયકક્ષાની ચિત્રસ્પર્ધા માંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ. ૨૫૦૦૦/- દ્વિતીય વિજેતા ને રૂ.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ. ૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ. પ૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામની કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે તા. ૨૧/૧૨/૨૦૨૧ બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં- ૩૧૩/૩૧૪, બીજો માળ મુ.ઇણાજ તા.વેરાવળ ખાતે પહોચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogspot.com પરથી અને કચેરી પરથી મળશે
Comments
Post a Comment