અખબારી
યાદી
‘‘નવરાત્રી (દશેરા)’’ ચિત્રસ્પર્ધા
જિલ્લા
કક્ષાની ચિત્રસ્પર્ધાઃ તારીખઃ ૨૧/૦૯/૨૦૨૧
થી તા. ૧૪/૧૦/૨૦૨૧
રાજય
કક્ષાની ચિત્રસ્પર્ધાઃ તારીખઃ ૨૮/૧૦/૨૦૨૧
માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવીડ- ૧૯) ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વ્હોટસ્એપ,ઇન્ટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરીયાત છે. યુવાધનનો શારીરિક અને માનસીક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ-૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇલ ટુ સ્પોર્ટ્સની નવી યોજના મંજૂર કરેલ છે. આ યોજનાને મોબાઇલ ટુ સ્પોર્ટ્સ ફેસબૂક, પેજ, યુ-ટ્યુબ, ચેનલ, રેડીયો ક્વીઝ , ચિત્રસ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડીયો/ વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ હેતુને સુચારુ
પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ
અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે એક ચિત્રસ્પર્ધાનું આયોજન કરેલ છે. જેમા
૮ થી ૧૩ ( જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૧ને ગણવાની રહેશે.) વર્ષના બાળકો ભાગ લઇ શકાશે.
સ્પર્ધક A4 સાઈઝના
ડ્રોઈંગ પેપર પર ‘‘ નવરાત્રી (દશેરા) ’’ વિષય પર પોતાની
કૃતિ તૈયાર કરી તા. ૧૪/૧૦/૨૦૨૧ બપોરના ૧૨/૦૦ કલાક સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન મુ.ઇણાજ
તા.વેરાવળ ખાતે મોકલવાની રહેશે.
તેમજ સ્પર્ધા અંગેના નિયમો અત્રેની કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogsport.com પરથી મળશે.
રાજયકક્ષાની
ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતા રૂ.
૨૫૦૦૦/- , દ્વિતીય વિજેતાને રૂ.
૧૫૦૦૦/- , તૃતીય વિજેતાને રૂ. ૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને
રૂ. ૫૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને
ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.


Comments
Post a Comment