સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ૨૦૨૧-૨૨માં ભાગ લેવા બાબત

સાહસિક પગપાળા સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ માટે ચાલુ વર્ષે ૧૦ (દસ) દિવસ માટે સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવનાર છે.

      આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા યુવક-યુવતિઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે નિયત નમૂનાના અરજી ફોર્મમાં પોતાની વિગતો ભરી તા.૧૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી,        “ જિલ્લા સેવા સદન”, રૂમ નં. ૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઇણાજ, તા.વેરાવળ ખાતે મોકલી આપવાની રહેશે.

      પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ-૧૦૦ યુવક-યુવતિઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતિઓને ફોન/પત્ર દ્વ્રારા જાણ કરવામાં આવશે.




Comments

Popular posts from this blog