રાષ્ટ્રીય શાયર સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ‘‘લોકગીત’’ અને ‘‘વકૃત્વ’’ સ્પર્ધા
જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૦૭ ઓગષ્ટ, ૨૦૨૧ થી ૧૮ ઓગષ્ટ-૨૦૨૧
રાજય કક્ષાની સ્પર્ધા તા. ૨૩ ઓગષ્ટ -૨૦૨૧
એન્ટ્રી સ્વીકારવાની તારીખ –
૦૭/૦૮/૨૦૨૧ થી ૧૮/૦૮/૨૦૨૧ દરમ્યાનની રહેશે.
.............................................................
ચાલુ વર્ષે રાષ્ટ્રીય શાયર સ્વ.શ્રી
ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી નિમિતે “વકતૃત્વ અને લોકગીત” સ્પર્ધાનું આયોજન કરવાનું
થાય છે.
હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં આ
હેતુને સૂચારૂ પાર પાડવા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નરશ્રી યુવક
સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા
રમત ગમત અધિકારીની કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ દ્વારા સંયુક્ત
રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધાઓ બે વયજુથમાં યોજાનાર છે
જેમાં ૧૫ થી ૩૫ વર્ષ સુધીના અને ૩૫ વર્ષથી ઉપરની વયજુથ ધરાવતા કલાકારો ભાગ લઈ શકશે
જેની જન્મતારીખ ૩૧/૧૨/૨૦૨૧ ને ધ્યાને રાખીને ગણવાની રહેશે.
આ સ્પર્ધાની વિડીયો ક્લિપ નિયમોનુસાર સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર તથા ઇ મેઈલ એડ્રેસ શાળાનું નામ સરનામું વગેરે બાબતોનો ઉલ્લેખ
વિડિયોમાં કરવાનો રહેશે. વિડીયો તૈયાર કરી તેની સાથે
આધારકાર્ડ/ચુટણીકાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ તેમજ બેન્ક પાસબૂકની નકલ સાથે તા. ૦૭/૦૮/૨૦૨૧ થી ૧૮/૦૮/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક
સુધીમાં જિલ્લા
યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી રૂમ નં
૩૧૩/૩૧૪ બીજો માળ જિલ્લા સેવા સદન મુ.ઇણાજ તા.વેરાવળ ખાતે પહોચતી કરવાની રહેશે વકતૃત્વ સ્પર્ધાનો વિષયઃ- ‘‘રાષ્ટ્રીય શાયર સ્વ.શ્રી ઝવેરચંદ મેઘાણી’’ રહેશે. આ સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના
બ્લોગ એડ્રેસ - youthofficergirsomnath.blogsport.com
પરથી અને કચેરી પરથી મેળવી
શકાશે.
જિલ્લાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૧૦૦૦/- દ્વિતીય
વિજેતાને રૂ. ૭૫૦/- તેમજ તૃતીય વિજેતાને રૂ. ૫૦૦/- ઈનામ આપવામાં આવશે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. ૨૫,૦૦૦/- દ્વિતીય
વિજેતાને રૂ. ૧૫,૦૦૦/-, તૃતીય વિજેતાને
૧૦,૦૦૦/- એમ ત્રણ ઇનામો આપવામાં આવશે.







Comments
Post a Comment